Advertisement

Palak Mata Pita Yojana 2024: પાલક માતા પિતા યોજના, બાળકને મળશે મહીને 3000 રૂપિયાની રકમ

Advertisement

Palak Mata Pita Yojana: ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે નબળી પરિસ્થિતિ/અનાથ બાળકોને નાણાકીય સહાય પૂરી પાડે છે. પાલક માતા પિતા યોજના નો લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.

પાલક માતા પિતા યોજના Palak Mata Pita Yojana 2024

Palak Mata Pita Yojana શરૂઆત 1978 માં કરવામાં આવી, જે અનાથ બાળકોને પારિવારિક-પ્રેમ આપવાનો અને તેની સંભાળ રાખવાનું કામ કરે છે. નાણાકીય સહાય પૂરી પાડીને, આ યોજના તેમની આર્થિક અગવડતા ને ઘટાડવા અને તેમના સારા જીવન ની ખાતરી કરે છે. આ યોજનાનો હેતુ અનાથ બાળકોના વિકાસ છે. Palak Mata Pita Yojana નો પ્રાથમિક હેતુ સમગ્ર ગુજરાતમાં અનાથ બાળકોને મદદ કરવાનો છે.

Advertisement

યોજનાં નું નામપાલક માતા પિતા યોજના 2024/Palak Mata Pita Yojana
સહાયબાળક ના ખાતા મા દર મહિને ૩૦૦૦ રૂપિયા
રાજ્યગુજરાત
ઉદ્દેશરાજ્ય નાં નિરાધાર અને અનાથ બાળકો નો તમામ વિકાસ
લાભાર્થીગુજરાત રાજ્ય ના અનાથ,નિરાધાર,માતાપિતા નાં હોઈ તેવા તમામ બાળકો.
અરજી નો પ્રકારઓનલાઈન

યોજના માટેના માપદંડો:

Advertisement

  • માટે અનાથ બાળક ની ઉંમર 0 થી 18 વર્ષની હોવી જોઈએ
  • માતા પિતા માંથી કોઈપણ એક નું અવસાન થયેલ હોવું જોઈએ.
  • બાળકના પિતાનું અવસાન થયું હોય અને માતા ફરીથી લગ્ન કર્યા હોય તેવા કિસ્સામાં લગ્ન પ્રમાણપત્ર આપવું આવશ્યક છે.

પાલક માતા પિતા યોજના માટે જરૂરી દસ્તાવેજો Palak Mata Pita Yojana Documents

Advertisement

  • અનાથ બાળક નું જન્મ પ્રમાણપત્ર
  • માતા-પિતા નું મૃત્યુ પ્રમાણપત્ર
  • જો માતા જીવિત છે અને બીજા લગ્ન કર્યા છે તો માતા દ્વારા બીજા લગ્ન કર્યા છે તેવું સરકારી અધિકારી દ્વારા ખરાઈ કરતું પ્રમાણપત્ર.
  • બાળક ની શાળા નું બોનોફાઇડ પ્રમાણપત્ર (બાળક અભ્યાસ કરે છે તેવું પ્રમાણપત્ર)
  • બાળક ના બેન્ક ખાતા ની વિગત (અરજી મંજૂર થયેથી હુકમ આપવામાં આવશે જેના દ્વારા પાલક-માતા પિતા
  • બાળક સાથે સંયુક્ત બેન્ક ખાતું ખોલાવી શકશે.)
  • પાલક માતા પિતા ની વાર્ષિક આવકનો દાખલો
  • પાલક માતા પિતાના બાળક સાથે નો ફોટો.
  • પાલક માતા પિતાના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને રેશન કાર્ડ ની નકલ.
  • બાળક અને પાલક માતા પિતા ના સયુંક્ત બેંકના ખાતા ની પાસબુક ની પ્રમાણીત નકલ.
  • પાલક માતા પિતા ના રેશનિંગકાર્ડ ની પ્રમાણીત નકલ.
  • પાલક માતા પિતા ના આધાર કાર્ડ ની પ્રમાણીત નકલ.

કેવી રીતે અરજી કરવી (How to Apply for Palak Mata Pita Yojana)?

Palak Mata Pita Yojana માટે રસ ધરાવતી વ્યક્તિઓ ગુજરાતના સામાજિક વિભાગની વેબસાઇટની મુલાકાત લઈને યોજના માટે અરજી કરી શકે છે. અરજી પ્રક્રિયા માં જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા અને આવકના માપદંડને પૂર્ણ કરવાના રહેશે.

Palam Mata Pita Yojana Form ડાઉનલોડ કરવા માટે નીચે બટન પર ક્લિક કરો તમે પાલક માતા પિતા યોજના નું એપ્લીકેશન ફોર્મ PDF ના સ્વરૂપ માં ડાઉનલોડ કરી શકો છો.

ઑફિસિયલ વેબ સાઈટhttps://esamajkalyan.gujarat.gov.in/
પાલક માતા પિતા યોજના ફોર્મClick Here

પાલક માતા પિતા યોજના ના લાભો

  • પાલક માતા પિતા યોજના માં બાળક ના ખાતા મા મહિને ૩૦૦૦ રૂપિયા આપવામા આવે છે.
  • અનાથ બાળકો માટે સારું જીવન પૂરું પાડે છે.
  • સમાજના નબળા સભ્યો માટે ખૂબ જ લાભદાયી છે.
  • મુખ્ય હેતુ અનાથ બાળકોને સારું જીવન જીવવા માટે પ્રેરિત કરવાનો છે.

પાલક માતા પિતા યોજના સંપર્ક Palak Mata Pita Yojana

ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ મંડળ
બ્લોક નંબર 19, ત્રીજો માળ,
ડો.જીવરાજ મહેતા ભવન, સેક્ટર 10,
ગાંધીનગર, ગુજરાત.
ફોન: 079 – 232 42521/23
ફેક્સ: 079 – 232 42522
ઈ-મેલ: [email protected],
[email protected]

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવ!