આવકના દાખલા માટે જરૂરી ડોક્યુમેન્ટ અને અરજી ઓનલાઇન કેવી રીતે કરવી જાણો

હવે તમારે આવક દાખલા માટે એફિડેવિટ સબમિટ કરવાની જરૂર નથી, હવે તમારે સ્વ-ઘોષણા ફોર્મ ભરવાનું રહેશે. ઈન્કમ સર્ટિફિકેટ ગુજરાત માટે ફોર્મ Pdf ડાઉનલોડ લિંક લેખના અંતે આપવામાં આવશે. આવકના પ્રમાણપત્ર માટે કેવી રીતે અરજી કરવી, યોગ્ય પુરાવા, આવકના પ્રમાણપત્ર માટે જરૂરી દસ્તાવેજો વગેરે વિશેની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપવામાં આવી છે.

Aavak No dakhlo anyror Gujarat 2024:વિગત 

વિષયઆવકનો દાખલો મેળવવા બાબત
હેઠળડિજિટલ ગુજરાત
વેબસાઈટDigitalgujarat.gov.in
વેલેડિટી3 વર્ષ માટે માન્ય રહેશે
આવેદનઓનલાઇન અને ઓફલાઈન

આવકના દાખલા માટે જરૂરી ડોક્યુમેન્ટ 2024

 1. આધાર કાર્ડ 
 2. રહેઠાણ અંગેનું પુરાવો
 3. તલાટી ફોર્મ 
 4. રેશનકાર્ડ
 5. ૭/૧૨ અને ૮-અ ની નકલ
 6. ગેસ કનેક્શન
 7. બેંક પાસબૂક
 8. નોકરી કરતાં હોયતો આવકનો પુરાવો
 9. ધંધો/વ્યવસાયના પુરાવા
 10. ફોટો આઈડી કાર્ડ

Self-declaration form PDF download

આવકના દાખલાનું અરજી ફોર્મ Income certificates form 
સેલ્ફ ડીક્લેરેશન ફોર્મ Self declaration form PDF

આવકનો દાખલો ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

 • ઓનલાઇન એપ્લાય માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ www. digitalgujarat.gov.in ની વેબસાઈટ તમારા કોમ્પ્યુટર કે મોબાઇલ ફોનમાં ઓપન કરો.
 • MENU પર ક્લિક કરો એટલે મેનુ બાર ખુલશે.
 • તે મેનુ બારમા સર્વિસ પર ક્લિક કરો
 • સર્વિસ મેનુ બારમા સીટીઝન સર્વિસ ઓપ્શન પર ક્લિક કરો એટલે નવું પેજ ખુલશે.
 • તે નવા પેજમાં નીચે જાશો એટલે આવકનો દાખલો એવો ઓપ્શન આવશે.
 • આવક ના દાખલા ની ઓનલાઇન અરજી કરવા માટે ઇન્કમ સર્ટિફિકેટ પર ક્લિક કરો.
 • એક નવો પેજ ઓપન થશે તે માં નીચે એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરો.
 • ઓનલાઇન એપ્લિકેશન કર્યા બાદ રજિસ્ટર્ડ યુઝર ની લોગીન સાઈડ ખુલશે.
 • જો પહેલેથી રજીસ્ટ્રેશન કરેલું હોય તો લોગીન આઈડી અને પાસવર્ડ નાખી લોગીન કરો.
 • જો ન કરેલ હોય તો ન્યુ રજીસ્ટ્રેશન કરવા માટે સિલેક્ટ કરો
 • લોગીન એપ્લાય ઓનલાઈન કર્યા બાદ નવું પેજ ખુલશે જેમાં બોક્સમાં ખરું આધાર નંબર લખો અને કંટીન્યુ ટુ સર્વિસ પર ક્લિક કરો.
 • ઓનલાઇન ફોર્મ માં આપેલ તમામ વિગતો ભરી સબમિટ કરો.

ખાસ નોંધ: ગુજરાત સરકારશ્રીના ઠરાવ મુજબ આવક ના દાખલાની સમય મર્યાદા ત્રણ વર્ષની કરવામાં આવી છે આથી યોગ્ય રીતે સાચવીને રાખવું.

Leave a Comment