Bajaj Freedom 125 CNG Bike: હવે પેટ્રોલ વગર દોડશે બાઈક, દુનિયાની પ્રથમ સીએનજી બાઈક Launch

વિશ્વની પ્રથમ CNG સંચાલિત મોટરસાઇકલ બજાજ ફ્રીડમ 125 લોન્ચ કરીને બજાજ ઓટો એ ઇતિહાસ રચ્યો છે. આ નવી બાઇક રાઇડર્સને એક બટન દ્વારા સરળતાથી પેટ્રોલ અને CNG વચ્ચે સ્વિચ કરી શકાય છે.

ફ્રીડમ 125 એકલા CNG પર 213 કિલોમીટર સુધીની રેન્જ આપે છે. જેમાં પેટ્રોલ ટાંકી દ્વારા વધારાના 117 કિલોમીટર પણ આવી જાય છે. એમ કુલ 330Km ની રેન્જ આપે છે. આ બજાજ કંપની નો દાવો છે. 95,000 થી 1.10 લાખ (એક્સ-શોરૂમ) ની વચ્ચેની કિંમતવાળી, ફ્રીડમ 125 માટેનું બુકિંગ શરૂ થઈ ગયું છે.

Bajaj Freedom 125 CNG Bike Launched in India

બજાજ ઓટોએ ભારતીય બજારમાં ‘બજાજ ફ્રીડમ’ નામની વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ Launch કરી પર્યાવરણ સુરક્ષાના ક્ષેત્રે ક્રાંતિ લાવવાની શરૂઆત કરી છે. આ એક ઐતિહાસિક પગલું છે.

હવે પેટ્રોલ વગર દોડશે બાઈક

સૌપ્રથમ ગુજરાત અને મહારાષ્ટ્રમાં Bajaj Freedom 125 લોન્ચ કરવામાં આવ્યું, બજાજ ફ્રીડમ 125 માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ગેમ-ચેન્જર બનવાની ક્ષમતા ધરાવે છે. તે CNG અપનાવીને પર્યાવરણને સુરક્ષા આપવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

આ નવી બાઇક નીચેની સુવિધાઓથી સજ્જ છે:

  • CNG અને પેટ્રોલ બંને ઇંધણ પર ચાલે છે
  • 213 કિમી સીએનજી રેન્જ માટે કુલ 330 કિમીની રેન્જ (પેટ્રોલ સાથે 117 કિમી)
  • બળતણ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો
  • ઉત્સર્જન ઘટાડો
  • એક બટન દ્વારા સરળ પેટ્રોલ અને CNG સ્વિચિંગ
  • 125 સીસી એન્જિન

વિશ્વની First CNG બાઇક, ભારતમાં લોન્ચ થઈ

ઇંધણ ખર્ચમાં 50% ઘટાડો: બજાજ ફ્રીડમ 125 ખાસ ખર્ચ-સભાન ગ્રાહકો માટે રચાયેલ છે, જે તેના પેટ્રોલ-સંચાલિત સમકક્ષો કરતા ઇંધણના ખર્ચમાં 50% ઘટાડો દર્શાવે છે.

213 કિમી ની CNG રેન્જ: બજાજ ફ્રીડમ 125 CNG પર 213 કિમી ની અદભૂત રેન્જ પ્રદાન કરે છે, જેમાં પેટ્રોલ ટાંકી દ્વારા વધારાના 117 કિમી ઉમેરીને કુલ 330 કિમી ની રેન્જ મળે છે.

એન્જિન અને પરફોર્મન્સ: 125 cc સિંગલ-સિલિન્ડર, ફ્યુઅલ ઇન્જેક્ટેડ, એર-કૂલ્ડ એન્જિન 9.4 bhp પાવર અને 9.7 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે.

CNG અને પેટ્રોલ બંને વિકલ્પો: આ બાઇક નાની પેટ્રોલ ટાંકી અને CNG સિલિન્ડર સાથે સજ્જ છે. હેન્ડલબાર પર સ્થિત સ્વીચનો ઉપયોગ કરીને CNG અને પેટ્રોલ ઇંધણ વચ્ચે સરળતાથી સ્વિચ કરી શકાય છે.

1 thought on “Bajaj Freedom 125 CNG Bike: હવે પેટ્રોલ વગર દોડશે બાઈક, દુનિયાની પ્રથમ સીએનજી બાઈક Launch”

Leave a Comment