તમારી મિલકતને શ્રેષ્ઠ ભાવે કેવી રીતે વેચવી ?

મકાન કે મિલકતને વેચવી અથવા ખરીદવી એ કોઇ આસાન પ્રક્રિયા નથી. તેમાં અનેક સમય લાગે છે અને આ એક તણાવપૂર્ણ પ્રક્રિયા પણ છે. કેટલાક તેને આસાન સમજે છે તો કેટલાક જટીલ ગણાવે છે. વિચારવા માટે અનેકગણું છે, કે પહેલા ખરીદી આસાન છે કે વેચાણ ? ક્યો સમય મિલકત વેચવા માટે શ્રેષ્ઠ છે ? જાતે જ મિલકત વેચવી જોઇએ કે કોઇ સલાહકારની મદદ લેવી જોઇએ.

આવા અનેક પ્રશ્નો સતાવતા રહેતા હોય છે. તમારી મિલકતને બજારમાં શ્રેષ્ઠ કિંમત મળી રહે તે માટે ક્યો રસ્તો આસાન અને નફાકારક રહેશે ? આ માત્ર નોંધપાત્ર વિચાર છે. હું તમને જણાવવા જઇ રહ્યો છું કે સૌથી આસાન અને સરળ રસ્તો મિલકત વેચવા માટે ક્યો છે અને ક્યા સમયે કેવા સ્ટેપ્સ તમારી સામે આવી શકે છે.

મિલકત વેચાણ માટેનો શ્રેષ્ઠ સમય ક્યો ?

વર્ષમાં એવા ઘણાં સમય આવે છે કે જ્યારે મિલકત વેચવા માટે લિસ્ટિંગ કરાવવાથી કેટલાક કારણો કામ કરતા હોય છે. જ્યારે તમે મિલકતનું વેચાણ કરો છો ત્યારે માર્કેટની અને અંગત પરિસ્થિતિઓનું ઘણું મહત્વ હોય છે. જોકે વેચાણ માટે શ્રેષ્ઠ સમય પાકી ગયો હોય અને તમે પણ મિલકત વેચવા માટે તૈયાર છો તો સમજી શકાય છે કે તમારા માટે શ્રેષ્ઠ સમયે સારો ખરીદદાર શોધવો. અહીં હું તમને સમજાવવા માંગુ છું કે વર્ષના વિવિધ સમયે પ્રોપર્ટી લિસ્ટિંગ કરાવવાથી શું ફાયદો થાય છે ?

1.  હુંફાળા સમયમાં વેચાણ: પરંપરાગત રીતે જોવા જઇએ તો વસંતને સૌથી શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે મિલકતનું વેચાણ કરવા માટે. તમારા ગાર્ડન અને બહારનો બાકી એરિયા આ સમય દરમિયાન શ્રેષ્ઠ દેખાય છે અને આ જ સમય દરમિયાન ઘણાં લોકો બહાર નિકળતા હોય છે અને ખુલ્લા ઘરની તલાશમાં રહેતા હોય છે. 

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં ખાસ કરીને જોવા મળે છે કે માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં સામાન્ય રીતે મોટી સંખ્યામાં નવી લિસ્ટિંગ અને હરાજી થતી હોય છે અને તેનો મતલબ એમ પણ થાય છે કે વેચાણની સાથે ખરીદની પ્રવૃત્તિ પણ ઘણી થતી રહે છે. જો તમારે તમારી મિલકતને ભીડથી કંઇક અલગ બતાવવા માગો છો તો વર્ષની શરૂઆતમાં તેનું લિસ્ટિંગ કરાવી શકો છો.

એટલે કે જો તમે ફેબ્રુઆરીમાં લિસ્ટિંગ કરાવો તો માર્ચ મહિનામાં તે માર્કેટમાં આવવા માટે તૈયાર હોય છે તથા તમે લાંબા હોલિડે સમય દરમિયાન ખરીદદારને આકર્ષવા માટે તૈયાર થઇ ગયા છો. આનાથી એવા ખરીદદારોને લક્ષ્ય બનાવવામાં આવે છે કે જેમણે નાતાલ અને નવા વર્ષનો સમય ગુમાવ્યો હોય અને આગામી વર્ષ માટે તેમની મિલકત ખરીદવા સહિતની શું યોજનાઓ છે તેવા પગલા પર પણ તમે પ્રકાશ પાડી શકો છો. 

ઠંડા મહિનામાં અને સ્કૂલ હોલિડ દરમિયાન મિલકત વેચાણ કેવી રીતે કરવું તે અંગે વધુ આવતા અંકે ફરી મળીશું. 

Leave a Comment